Sunday, 28 September 2014

Free Without Freedom ....

મારી ચોતરફ
મેં કિલ્લો બાંધ્યો છે
મને મારી જાત થી બીક લાગે છે....
માટે જ સ્તો.......
(મને ખુલ્લું આકાશ બહુ જ આકર્ષે છે..)
રખે ને કોઈ આવે, ને મળે, ને ગમે....
ને અંદરની વાત જાણી જાય તો ???
બધા કહે છે:
શું ખૂટે છે તારે?
પણ, સાચું કહું!?
એક ફરિયાદ રહ્યા કરે છે..
પાપા એ
બધું જ આપ્યું
કરિયાવરમાં.....
બસ....
થોડું મારા હિસ્સાનું આકાશ પણ આપ્યું હોત ..........

No comments:

Post a Comment